મનોહર વિશ્નોઈ, દિલ્હી: સતિષ પૂનિયા(Satish Poonia) ના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રદેશ ભાજપની પહેલીવાર સમીક્ષા બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને સંગઠન મહામંત્રી બીએલ સંતોષે રાજસ્થાનમાં પંચાયત અને સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના પ્રદર્શન પર પ્રદેશ નેતાઓને બરાબર આડે હાથ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતિષ પૂનિયા, નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયા, નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડ, કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી, અર્જૂન મેઘવાલ ઉપરાંત પ્રદેશ સંગઠન મંત્રી ચંદ્રશેખર અને પ્રદેશ પ્રભારી અરુણ સિંહ પણ હાજર રહ્યા હતા. 


BJP-MLA નું વિવાદિત નિવેદન, ખેડૂતો આંદોલનમાં ખુબ ખાય છે ચિકન બિરિયાની, ફેલાવી રહ્યાં છે બર્ડ ફ્લૂ


સમીક્ષા બેઠક દરમિયાન જે પી નડ્ડા, બીએલ સંતોષે પંચાયત રાજ ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનને લઈને સંતોષ વ્યક્ત કર્યો પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનને લઈને કેન્દ્રીય નેતૃત્વએ ખુબ નારાજગી વ્યક્ત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રદેશ નેતાઓને નડ્ડા અને બી એલ સંતોષે કહ્યું કે મોટાભાગે શહેરી વોટર્સ ભાજપના હોય છે પરંતુ પાર્ટીમાં તમારા જેવા મોટા નેતાઓની આપસી ખેંચતાણ અને વર્ચસ્વની લડાઈના કારણે સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને ખુબ નુકસાન સહન કરવું પડ્યું. પંચાયત ચૂંટણી વખતે જો પાર્ટીના બધા નેતાઓ એકજૂથ હોત તો બાડમેર રોડ બીકાનેર રિપોર્ટ પણ ભાજપનો  બની જાત. ધૌલપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં બોર્ડ નહીં બનવાથી રાજેન્દ્ર રાઠોડ, બીકાનેરમાં ભાજપના મત નહીં રહેતા અર્જૂન મેઘવાલ અને બાડમેરમાં જીતેલી બાજી હારવા પર કૈલાશ ચૌધરીનો બરાબર ક્લાસ લેવાયો. 


કહેવાય છે કે પંચાયત ચૂંટણી વખતે બાડમેરમાં કર્નલ સોનારામની અવગણના કરવાથી ભાજપનું બોર્ડ બનતા બનતા રહી ગયું. આથી બી એલ સંતોષે કૈલાશ ચૌધરીને સંભળાવતા કહ્યું કે મોટું મન રાખીને જો કર્નલ સોનારામને સાથે રાખ્યા હોત તો બાડમેરમાં આઝાદી બાદ પહેલીવાર ભાજપનો વોટ બનવાનો શ્રેય તમને મળી જાત પરંતુ તમારી પરસ્પર ખેંચતાણના કારણે પાર્ટીને ખુબ નુકસાન સહન કરવું પડ્યું. કહેવાય છે કે કર્નલ સોનારામે કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીની ફરિયાદ ઓલ કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચાડી હતી. 


Ladakhમાં Chinaનું ષડયંત્ર નિષ્ફળ, LAC પર ઝડપાયો ચીની સૈનિક; સૈન્ય અધિકારી કરી રહ્યાં છે પૂછપરછ


પુત્રની પંચાયતી માટે મેઘવાલને ફટકાર
બીકાનેરમાં ભાજપના પાસથી વધુ જીત હોવા છતાં ભાજપનો વોટ નહીં બનવાથી કેન્દ્રીય નેતૃત્વમાં ખુબ નારાજગી જોવા મળી. સૂત્રોનું કહેવું છે કે બીકાનેર ભજાપના નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને માહિતગાર કર્યા છે કે કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલના પુત્રના હસ્તક્ષેપ અને ટિકિટ વિતરણના કારણે બીકાનેરમાં પાર્ટીએ ખુબ નુકસાન સહન કરવું પડ્યું અને ભાજપનો વોટ બન્યો નહી. કહેવાય છે કે ફરિયાદ પર કેન્દ્રીય નેતૃત્વએ અર્જૂન મેઘવાલને સંભળાવતા કહ્યું કે પોતાની મનમરજીથી ટિકિટ વહેંચીને બધાને સાથે નહીં રાખવાથી પાર્ટીને ખુબ નુકસાન સહન કરવું પડ્યું. બી એલ સંતોષે અર્જૂન મેઘવાલને કડક નિર્દેશ આપતા કહ્યું કે બધાને સાથે લઈને ચાલવું પડશે. 


ધૌલપુર સ્થાનિક ચૂંટણીમાં મનમજરી પર રાઠોડનો લેવાયો ક્લાસ
હાલમાં જ પૂરી થયેલી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનથી કેન્દ્રીય નેતૃત્વ ખુબ નારાજ થયું. ખાસ કરીને  ધૌલપુર ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને Supersede કરીને ટિકિટ વહેંચવી અને ત્યારબાદ બોર્ડ બનાવવામાં સલાહ સૂચનો ને લેવા ખુબ ભારે પડ્યું. જેને લઈને કેન્દ્રીય નેતૃત્વએ રાજેન્દ્ર રાઠોડને ફટકાર લગાવી. ગુરુવારે થયેલી બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વએ પ્રદેશના અન્ય નેતાઓની ફરિયાદોની પણ સમીક્ષા કરી. 


BJPનું મિશન બંગાળ! BJP ચીફ જેપી નડ્ડાએ કહ્યું- 'ખેડુતો સાથે પશ્ચિમ બંગાળમાં અન્યાય'


સૂત્રોનું કહેવું છે કે ધૌલપુર મ્યુનિસિપલ કાઉન્સિલ ઈલેક્શન (Dholpur Municipal Council Election) અંગે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાષ્ટ્રીય અધ્યક્ષને અવગત કરાવ્યા હતાં અને હાલમાં જ પ્રદેશ પ્રભારી અરુણ સિંહને મળેલા ફીડબેકને આધારે બી એલ સંતોષે રાજેન્દ્ર રાઠોડને ફટકાર લગાવતા કહ્યું હતું કે બધાને સાથે લઈને ચાલવું પડશે. 


વર્ચસ્વની લડતમાં પાર્ટી બની નબળી
સૂત્રોનું કહેવું છે કે પ્રદેશ પ્રભારી અરુણ સિંહએ હાલમાં જ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સાંસદ, વિધાયક, અને કાર્યકરોએ અરુણ સિંહને ફીડબેક આપ્યા હતા કે પાર્ટીમાં કાર્યકરો ઓછા અને નેતાઓ વધી ગયા છે. આથી પાર્ટીની કોઈને ચિંતા નથી. મોટા નેતા મુખ્યમંત્રી બનવા અને નાના નેતાઓ પોતાના અંગત હિતો માટે કામ કરી રહ્યા છે. આ ફીડબેક રાષ્ટ્રીય અધ્યક્ષ સામે રજુ કરાયા અને તેના આધારે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube